
સપના જો તું સાથ નિભાવે,
જીવન જીવવાની અલગ મજા જ કંઈ આવે.
મહેનત કરશે જ્યારે તું દિલથી,
ચોક્કસ પૂરા થશે સપના નસીબથી.
સૂરજ જેવો તેજ તુ રાખજે,
હવા સાથે હિંમતથી ફરજે.
વિશ્વાસ તારો મજબૂત જો હશે,
કોઈ તારી દોઢને ના રોકી શકે.
હર એક પડકારનો તું કરશે જો સામનો,
સફળતા અચૂકથી મળશે દિલથી જો માનો.
પછી સપના ક્યાં સપના રહેશે,
સાકર થતા હકીકતમાં જ તને દેખાશે.
Beautifully written! This poem truly inspires courage and belief in one’s dreams. ✨👏
👍👍👍
Very true. Nice poem – Hard work, resilience and strong ethics makes the dream work! 🚀
Amazing inspiring 💕
Inspiring