આવું કેમ થાય છે? કંઈક નવો મીઠો અનુભવ થાય છે
મને તારી આદત પડતી જાય છે..
રાત નાં અંધારા માં તારા વિચારૉ
ઉંઘ માં તારા સ્વપનો અને જ્યાં સવારમાં તું મારા હાથમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..
હસતાં રમતાં તું મારા મુખ પર દેખાય છે
નાચું તો મારા નૃત્યમાં તું દેખાય છે
અવાર નવાર મારા શરીરનાં સ્પંદનોમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..
ક્યારેક આંખમાંથી આંસુ બનીને વરસી જાય છે
તો ક્યારેક તું હૃદયમાં સ્મિત બનીને રેલાય છે
તું છે એનો આભાસ છે પણ તું નથી એ પણ હકીકત છે
બસ મને તારી આદત પડતી જાય છે..
દરેક પળમાં તારી રાહ હોય છે, તું ના હોય તો એક અકળામણ હોય છે
તારી નજરો નિહાળેછે અેની ખાતરી હોય છે
પણ સ્પર્શવા જાઉં તો તું અલોપ થઈ જાય છે
શું કરું તુંજ કહે મને તારી આદત પડતી જાય છે…
હક જતાવતા અટકી જાઉં છું, તને કંઈક કહેતા ડરી જાઉં છું
તારીજ છું છત્તા નથી સમજી શકતી કે સમજાવી શકતી
કેવી રીતે કહું કે તારી આદત થી હવે ડરી જાઉં છું..
હસતા-હસતા આંખ ભરાઈ જાય છે અને
રડતા-રડતા ક્યાંક હસી પડું છું
કેમ તને કહેતા કહેતા અટકી જાઉં છું
સાચે જ મારા મનને તારી આદત પડતી જાય છે
મને તારી આદત પડતી જાય છે…