ઠંડી ઠંડી હવા છે અને મન મારૂં ઠંડકમાં નૃત્ય કરે છે,
ત્યાંજ તારો સ્પર્શ કહે છે,
મને મુકીને કેમ જાય છે?
પર્વતો અને ગુફાઓમાં મન મારૂં શાંત થઇ જાય છે,
ત્યાંજ તારી યાદો કહે છે,
મને મુકીને કેમ જાય છે?
આ નદી અને એનું શાંત પાણી મારા મનને ભીનું કરે છે,
ત્યાંજ તારી ભીની આંખો પુછે છે,
મને મુકીને કેમ જાય છે?
લાગે છે જ્યાં જઈને અટકવું હતું ત્યાંજ આવીને ઊભી છું,
ત્યાંજ તારી સાથે ચાલેલા કદમો યાદ આવે છે,
મને મુકીને કેમ જાય છે?
હસું છું, બધાને હસાવું છું પણ આ મનને કેમ કંઈ ડંખે છે,
ત્યાંજ તું હાથ પકડે છે અને કહે છે,
મને મુકીને કેમ જાય છે?
હું થંભી ગઈ છું, ખુશ છું, મનમાં અઢળક નૃત્યો છે,
દરવાજાં પર દસ્તક વાગે છે,
તું ભેટે છે અને કહે છે, મને મુકીને નહીં જવા દઉં તને.
પંખીઓનો આ કલરવ, પહાડોમાંથી વહેતાં બરફનાં પાણી,
વહેતી વહેતી આ ઠંડી હવાઓ રોકે છે મને,
બસ તારો સાથ કહે છે નહીં જવા દઉં તને.