
સપના જોઉં ત્યારે તું આંખોમાં વસી જાય,
પૂરા કરવા માટે તારી મહેનત સજી જાય…
સુખ દુઃખમાં હંમેશા મારો હાથ પકડી રાખે,
દરેક પગલે તું સાથ નિભાવતો જાય…
પ્રેમના સાગરમાં હંમેશા તરતી હોઉં છું,
તારી લાગણીને સહારો હંમેશા બસ આપતો જાય…
સપનામાં રંગ ભરતો અને હકીકત બનાવતો,
તું છે તો જીવનમાં વિશ્વાસ વધતો જાય…
અઘરા હોય કે સરળ, દરેક રસ્તે તું છે,
માટે જ મારું જીવન સુખથી ભરાતું જાય…
તું સાથે છે માટે જ બધું છે,
રોજ મારું મન મને કહેતું જાય…