
રિષ, તારું છે જીવનમાં વિશેષ સ્થાન,
પરિવારની શોભા તુ હંમેશા આપે સૌને ખૂબ માન.
જન્મદિવસ પર કંઈક લખું હું તારે કાજ,
કરે છે તું અમ સૌના દિલ પર રાજ.
ગમે છે તારો સરળ અને લાગણીશીલ સ્વભાવ અમને,
ખૂબ જ સુંદર વ્યક્તિત્વ તારું જે નજરે ચઢે છે સૌને.
કલાકો વીતી જાય સૌના તારી સાથે વાતોમાં,
ભલે હોય નાના કે મોટા કોઈ પણ ઉંમરના.
કરે છે સૌની કાળજી તું દિલથી,
સાચું કહું છું મળ્યો છે તું અમને ખૂબ નસીબથી.
છે ભરપૂર મમતા ને કરુણા તારા હૃદયમાં,
ગમે છે મને સૌથી વધુ આ તારા ગુણોમાં.
વિનય વિવેક જોવા મળે દરેક તારા શબ્દોમાં,
તારા સાથથી ખૂબ આનંદ છે અમારા જીવનમાં.
આભાર માનુ છું દિલથી,માન્યા તે અમને તારા,
મળવાથી તને થઈ ગયા અમારા ભાગ્ય ખૂબ સારા.