નાનકડું સ્મિત

કરીલે શરૂઆત દિવસની,
આપીને કોઈને નાનકડું સ્મિત.
દિલો જીતી લે, સંબંધો બાંધી લે,
આપીને એક નાનકડું સ્મિત.
ખર્ચ વિનાનું ને નુકસાન વિનાનું ,
સૌને ગમે એવું નાનકડું સ્મિત.
ઉદાસની ઉદાસી લઈલે,
આપી એક નાનકડું સ્મિત.
હસતા ચહેરા સૌને ગમે,
શા માટે દબાવી રાખે છે તું તારું સ્મિત.
ઇચ્છાતો તારી પણ એ જ છે,
તો પહેલ કરી આપી દે તારું સ્મિત.
આપશું એ જ સામેથી પણ મળશે,

શેની જોઈ છે રાહ આપીને લઈલે નાનકડું સ્મિત.

The Audio Version of ‘નાનકડું સ્મિત’

Share this:

16 thoughts on “નાનકડું સ્મિત”

Leave a reply