મમ્મી, મને તારી કદર સમજાય ગઈ

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

બંનેને લાડ કરતા કરતા હું ક્યાંક ખોવાઈ ગઈ,
ત્યાંજ મને તારા લાડની કદર સમજાય ગઈ.

સવારે બંનેને નાસ્તો કરાવતા આજે મારી આંખ ભરાઈ ગઈ,
મારી મમ્મી, મને તારી કદર સમજાય ગઈ.

બંનેની સ્કૂલથી આવવાની રાહ જોતી, ને આખા દિવસની વાતો કરતી,
કેમ જાણે મારી વાતોને મારી મમ્મીની કદર સમજાય ગઈ.

ભૂખ લાગી છે દીકરા, ચલ કંઈ ખાવા આપું?
આજે અચાનક મારી ભૂખને મમ્મી તારી કદર સમજાય ગઈ.

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

તને ઊંઘ નથી આવતી દીકરા, ચલ મારી સાથે સૂઈ જા,
આજે મારી ઊંઘને મમ્મી તારી કદર સમજાય ગઈ.

બહુ ઠંડી છે દીકરા, જેકેટ પેરીને જા,
આજે જેકેટ જાતે પેરીને ચાલવા જતા, મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

કંટાળો આવે છે, ચલ તને શોપિંગમાં લઇ જઉં દીકરા,
આજે મારા કંટાળાને મમ્મી તારી કદર સમજાય ગઈ.

દીકરા માથું દુ:ખે છે, આવીજા મારા ખોળામાં,
આજે તારા ખોળાની મમ્મી મને કદર સમજાય ગઈ.

હવે તું યુનિવર્સિટી જતી રહીશ, તારા વગર હું એકલી થઈ જઈશ,
આ એકલપણાનાં ડરને સાચેજ મમ્મી તારી કદર સમજાય ગઈ.

તારી આંખો કેમ ભીની છે? બધુ બરાબર છેને દીકરા?
સાચું કહું મમ્મી આજે મારી ભીની આંખોને તારી કદર સમજાય ગઈ.

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

The Audio Version of ‘મમ્મી, મને તારી કદર સમજાય ગઈ’

 

Share this:

20 thoughts on “મમ્મી, મને તારી કદર સમજાય ગઈ”

  1. Wowww…i wish my mom was here & would have told her ?…tears in my eyes after reading it..its so true?

  2. In this fast paced world we forget to be thankful for such precious love of our mother. Very well penned. Gratitude ??

  3. Aww omg too cute… i really loved it, it’s written from heart very nicely written, as always! Am So touched . Great work my beautiful poet ?

Leave a reply