Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
મારી ઝંખના – Nikki Ni Kavita

મારી ઝંખના

તને મળવાની ઝંખના,
મળીને કંઈક કહેવાની ઝંખના.

તારી સાથે વાતો કરવાની ઝંખના,
વાતો કરતાં તારામાં ખોવાઈ જ​વાની ઝંખના.

તને મળી તારા થ​વાની ઝંખના,
તું ના માને તો તારા ખોળામાં રડવાની ઝંખના.

તારા પ્રેમમાં વહેવાની ઝંખના,
તારી દરેક વાતો સાંભળવાની ઝંખના.

તારા સપનાઓ જોવાની ઝંખના,
બસ તને જોઇ જોઇ આ જીવન વીતાવું,
એ જ મારા જીવનની ઝંખના.

Share this:

16 thoughts on “મારી ઝંખના”

  1. અમારી ઝંખના…..
    રવિવારે નીકી ની કવિતા ની ઝંખના
    નવા સ્પનદન ને મહેસુસ કરવા ની ઝંખના .

Leave a reply