કર્મની કથની

દિવસો જ્યારે મજાના હોય સૌને ગમતા જાય,
કંઈક અણબનાવ બનતા દિલને અકળાવી જાય.

પોતાના જ્યારે ચાંપકો આપી જાય,
વિશ્વાસ કોના પર કરવો? એ જ વાત મનમાં ઘર કરી જાય.

ચિંતા આપણી જ વ્યક્તિની થાય ને રાતોની ઊંઘ ઉડાડી જાય,
મજબૂત વ્યક્તિ ને પણ અંદરથી ખોખલું કરી જાય.

કડવી વાતો એની દિલના ટુકડા કરી જાય,
કેમ આવું થાય છે એમાં મન ડૂબતુ જાય.

ને વળી હસતા-રમતા દિલ ખુશીથી ઝૂમી જાય,
અચાનક નવી સવાર નવી આશાઓ જગાવી જાય.

જીવનની આ જ સચ્ચાઈ છે એવું કંઈક સમજાવી જાય,
કર્મની કથની સૌને દર્પણ જરૂરથી બતાવી જાય.

The Audio Version of ‘કર્મની કથની’

Audio Player

 

Share this:

12 thoughts on “કર્મની કથની”

Leave a Reply to NeelCancel reply