કામ કરવાની મજા

રોજ કંઈક નવું શીખવાની મજા આવે છે,
ને ભૂલોમાંથી શીખવાની એક મજા આવે છે..

કામ કરવા માટે ક્યાં કોઈ ઉંમરની જરૂર છે,
બસ મહેનત કરવાની મજા આવે છે..

મંઝિલ ભલેને કેટલીય દૂર હોય,
બીજાના સપના પોતાના સમજી પુરા કરવાની મજા આવે છે..

માર્ગમાં ભલેને કેટલીય અડચણ આવે,
 પ્રશ્નોનો ઉકેલ કરવાની મજા આવે છે..

રોજ મળે છે નવા નવા મને આ રસ્તે,
સૌ પાસેથી કંઈક નવું જાણવાની મજા આવે છે..

અઘરું લાગે છે મને ઘણીવાર,
પણ નવા અનુભવો કરવાની મને મજા આવે છે.

કામ કરવાની મજા – Audio Version

Share this:

14 thoughts on “કામ કરવાની મજા”

  1. True , Nikkiben je kaam kare che e bhulo kare n ema thi Ghanu shikhva male!! All d v best 🍀!!looking to forward to read your 501 poem !!

Leave a reply