જન્મદિવસ મુબારક તને મા

દરેક દિવસ ફોન કરીને, “કેમ છે?” પૂછે મારી મા,
સાદો પ્રશ્ન લાગે પણ – દિલને ખુશ કરી દે એ છે મારી મા.

એના પ્રેમમાં શર્ત નથી, અપેક્ષા કોઈ નથી,
આપવું જ જીવન, બદલામાં માંગવું કંઈ નહીં એવું સમજાવે મારી મા.

મને ત્યારે સમજાયું, મા બનવું સરળ નથી,
પણ એને જોઉં ત્યારે લાગે – પ્રેમથી બધું શક્ય બનાવી દે મા.

જ્યારે જરુર હતી ત્યારે પણ, અને નહોતી ત્યારે પણ,
એ ઉભી રહી મારી બાજુએ – જીવનને જીવતા શીખવાડે મારી મા.

એની મમતા ખૂબ નિર્ભર, ખૂબ ઉદાર, ખૂબ નરમ,
બનાવી દે જીવન હળવું અને ખુશખુશાલ એવી છે મારી મા.

મારા દરેક પગલે એની છાયા, દરેક જીતમાં એનો ભાવ,
આપજો પ્રેમ દિલથી, એ જ જીવનનો નિયમ કહે મારી મા.

મારી દુનિયા, મારો આશીર્વાદ,
તુ છે મારું સૌથી મોટું સન્માન, જન્મદિવસ મુબારક તને મા.

જન્મદિવસ મુબારક તને મા – Audio Version

Share this:

2 thoughts on “જન્મદિવસ મુબારક તને મા”

Leave a Reply to Nisha shahCancel reply