હસતો ચહેરો તમારો

તમે છો મારી સમતા, ને મારા આકાશ નો તારો,
દરેક પરિસ્થિતિમાં આપે છે હિંમત બસ હસતો ચહેરો તમારો..

દયાળુ દિલવાળા, તમે સત્યને પૂજતા,
લોકોની ચિંતા પહેલા કરતા બસ છે સ્વભાવ તમારો..

મનમાં છે ભરપૂર ભક્તિને પ્રભુમાં વિશ્વાસ તમારો,
ભૂલી પડું ક્યાંય તો અનુભવું છું માથા પર હાથ તમારો..

અવસર એવો આવતો નથી, આભાર માનુ તમારો
પણ દિલથી માનું છું તમારી ચમકથી જ ચમકે છે જિંદગીનો તારો મારો.

હસતો ચહેરો તમારો – Audio Version

Share this:

18 thoughts on “હસતો ચહેરો તમારો”

Leave a reply