
નવો એક બદલાવ જોઉં છું,
અંદરથી એક નવી હિંમત જોઉં છું..
આંખોને અશ્રુ સાથેનો સંબંધ,
અચાનક છૂટતો જોઉં છું..
કોઈ શું વિચાર છે કે કહેશે,
એ વિચારને તૂટતો જોઉં છું..
ઘણું બધું ચાલી રહ્યું છે આજુબાજુ,
જે ચાલે છે બસ એને જોઉં છું..
શું સાચું ને શું ખોટું એની ખબર નથી,
અંદરથી એક શ્રદ્ધા ને જોઉં છું..
એક અવાજ હંમેશા સંભળાય છે મને,
એમાં જ એક વિશ્વાસ ને જોઉં છું.