આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે,
તમારી મસ્તીમાં મસ્ત થવાનું મન થાય છે.
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.
હમેશાં કરતા હકારાત્મક વાતો,
તમારી જેમ વાસ્તવિકતામાં રહેવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.
હમેશાં એકબીજાની કાળજી કરતા,
તમારી જેમ સંભાળ રાખવાનું મન થાય છે,
ભૂત-ભવિષ્યને ભૂલી વર્તમાનમાં જીવવાનું મન થાય છે.
હમેશાં સાથે અને એકમેકમાં રહેતા ,
આમ જ પ્રેમમાં ખોવાઈ જવાનું મન થાય છે,
આજે તમને જોઈને કંઈ કહેવાનું મન થાય છે,
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.
ના કદી કોઈની ફરિયાદ કરતા, ખુદની ધૂનમાં રહેતા,
તમારી પાસે જીવન જીવવાની કળા શીખવાનું મન થાય છે,
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.
મમ્મી-પપ્પા તમને જોઈને એક કાંક્ષા થાય છે,
મારા મનને બસ તમારા જેવા થવાનું મન થાય છે.
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કવિતા લખવાનું મન થાય છે.
તમારો સહજ-સરળ પ્રેમ જોઈ,
ફરી ફરી પ્રેમ કરવાનું મન થાય છે,
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કવિતા લખવાનું મન થાય છે.