રોજની ભાગ દોડથી જ્યારે થાકી જાઉં છું,
રાતના અંધકારની શાંત હવાને માણી લઉં છું.
ઘણી વાતો કરીને જ્યારે ચૂપ થઈ જાઉં છું,
મૌન લઈ મારા શાંત સ્વભાવને જાણી લઉં છું.
લોકોની ભીડથી ક્યારેક કંટાળી જાઉં છું,
બસ એક પુસ્તકને ખુશીથી વાંચી લઉં છું.
રોજની ભાગ દોડથી જ્યારે થાકી જાઉં છું,
રાતના અંધકારની શાંત હવાને માણી લઉં છું.
ના ગમતું બનતા મનથી જ્યારે અકળાઈ જાઉં છું,
એક કાગળ પેન લઈ કવિતા લખી લઉં છું.
યાદોના ઘેરામાં જ્યારે ગૂંગળાય જાઉં છું,
તારું સ્મરણ કરી થોડું સ્મિત કરી લઉં છું.
જીવનના આંટામાં ક્યારેક અટવાઈ જાઉં છું,
ત્યાં જ ઊંડો શ્વાસ લઈ હરખી જાઉં છું,
આજ જીવન છે એમ કરી મનને મનાવી લઉં છું.
The Audio Version of ‘શાંત હવા’