અટવાઈ છું

ક્યાંક કશે તો અટવાઈ છું,
બસ આજકાલ થોડી પોતાનામાં જ અટવાઈ છું..

લખવા બેસુ તો હજાર વિચારો આવે,
એક કવિતા લખવા જાઉં તો શબ્દોમાં અટવાઈ છું..

કહી દેવું હોય છે જે મનમાં હોય,
કોણ જાણે કેમ સાચું કહેવામાં અટવાઈ છું..

ઉંડે ઉંડે કેમ આવી ગભરામણ છે,
લોકોને સાચે સમજવામાં અટવાઈ છું..

કરવું ઘણું છે જીવનમાં મારે,
લોકો શું કહેશે એમાં કેમ આજે  અટવાઇ છું.

અટવાઈ છું – Audio Version

Share this:

14 thoughts on “અટવાઈ છું”

  1. Be courageous. Truth is always powerful. If someone is judging, it is their perspective towards life.

Leave a reply