આશા

જીવનની આ નાવમાં,
કિનારો જરૂરથી મળશે.
રાખીશ જ આશનો એક દીવો,
તો જ નવી ઉડાન મળશે..

ઘોર અંધારી રાત આવે,
 સવાર અચૂકથી પડશે..
નાનકડી એક આશા ની કિરણથી,
મનને ઉજાસ ચોક્કસથી મળશે..

પરીક્ષા તો સીતા ની પણ થઈ,
તારે પણ કઠણ બનવું પડશે..
અપનાવી લેશે દિલથી આજની પળોને,
મંઝિલ તને જરૂરથી મળશે..

અઘરી છે આ પળો સૌ માટે,
સરળ તો જિંદગી એમ પણ ક્યાં છે?
રાખશે જો આશાને  જીવતી અંતરમાં,
તો રાહ તને ચોક્કસથી મળશે..

આશા – Audio Version

Share this:

16 thoughts on “આશા”

Leave a reply