આપની ઋણી

તમે આવ્યા અમારે આંગણે તો મહેફિલ સજાવી દીઘી,
ઇચ્છા તો માત્ર બે સારા શબ્દો ની હતી અને તમે તો કવિતા રચી દીધી,
તાળીઓનાં ગળગળાટે આખા રૂમમાં જાણે સૂરોની રેલમ છેલ કરી દીધી,
માન એટલું આપ્યું આપે મુજને કે મારા જેવી નાની વ્યકિતને તમે લેખિકા કહી દીધી,
વાહ વાહ જ્યારે સાંભળી સભાની તો નીકીની જાનમાં જાન લાવી દીધી,
શબ્દોથી જ નહી , દિલથી માનું છું ઉપકાર આપનો,
આપે તો મને આપની ઋણી બનાવી દીધી.

આપની ઋણી – Audio Version
Share this:

40 thoughts on “આપની ઋણી”

  1. ઋણી ઋણી કહી અમે તમારા ઋણી થઈ બેઠા…
    તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે રહી ગયા….
    સમય અમને ઘણો મળ્યો જીવન માં ઘર બેઠા….
    તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે ‘કેમ’ રહી ગયા…

Leave a reply