જીવન એવું જ છે

પરિસ્થિતિઓ ક્યારેક એવી આવે,
કે મનને લાગે, “શા માટે?”
પણ જીવનનો રસ્તો કહેતો જાય,
બસ સ્વીકારી ને આગળ વધ, જે પણ આવે.

ક્યારેક દુઃખ મળે ને ક્યારેક આનંદ,
બંનેને ગળે લગાડવાનું શીખવે.
જીવન ક્યારેક અટકતું નથી,
ચાલતા રહો તો જ મંઝિલને મળાવે.

કેટલાક પ્રશ્નોના જવાબ નથી મળતા,
સમય જ ઘણી વાતો સમજાવે.
અટકી ન જવું, બસ રાખ હિંમત,
આગળ વધતા જવું તો જ કંઈ નવું શીખવાડશે.

જીવન એવું જ છે…
ક્યારેક કઠિન, ક્યારેક સરળ.
પણ સ્વીકાર જો કરી લઈએ,
તો દરેક દિવસ રોજ નવી જીત બતાવે.

જીવન એવું જ છે – Audio Version

Share this:

થોડું પોતાને માટે

થોડું જીવી લે પોતાને માટે,
બધાને ખુશ કરવું તારા હાથમાં નથી.
ક્યારેક “ના” કહેવું પણ શીખી જા,
તારું જ મન તૂટે એ પણ સારું નથી.

થોડું રોકાઈ ને શ્વાસ લઈ લે,
હંમેશા દુઃખી થવું જરૂરી નથી.
જગતની ફરજમાં ખોવાઈ ને,
તારી ખુશીને ભૂલવી જરૂરી નથી.

જ્યાં સુખ મળે ત્યાં વસી જા,
બીજાની વાતો હૃદયે લેવી જરૂરી નથી.
મનની શાંતિ સૌથી મોટી,
સ્વાર્થી ક્યારેક બને તો કંઈ ખોટું નથી.

જીવન એક જ વાર મળે દોસ્ત,
દિલની ઈચ્છાને જતી કરવી જરૂરી નથી.
ખુદને થોડું ખુશ કરી લે,
ક્યારેક પોતાને માટે જીવશે તો ખોટું નથી.

થોડું પોતાને માટે – Audio Version
Share this:

તું છે તો દુનિયા સુંદર લાગે

તું છે તો દુનિયા સુંદર લાગે,
દરેક સવારમાં સુગંધ મને તારી આવે..

તારી સંભાળ, તારો પ્રેમ,
મારા મનને હંમેશા હસતું રાખે ..

થોડું ખુદને પણ સંભાળી લે હવે,
હંમેશા તું સૌને સાચવતો ને પ્રેમ આપતો ફરે..

તારી હાજરી માં મળે મને ખુશહાલી,
તારા વગર દિવસો બધા ખાલી લાગે..

તારું સ્મિત છે મારી શક્તિ,
ઉદાસ હોય તો દરેક રાત ભારી લાગે..

તું છે તો મારો સહારો ને સર્વસ્વ,
તારા સાથથી જ મારા શ્વાસોશ્વાસ ચાલે..

હાથમાં હોય જ્યારે તારો હાથ,
દરેક પળ હંમેશા ખાસ લાગે..

હર પળે રહે તું સ્વસ્થ અને ખુશ,
એ જ પ્રાર્થના તારા જન્મ દિવસે હ્દય પ્રભુ પાસે વારંવાર માંગે..

તું છે તો દુનિયા સુંદર લાગે – Audio Version
Share this: