
કાલને ભૂલી આજનો વિચાર કર,
મનને મનાવીને બસ સત્યનો સ્વીકાર કર.
ચઢાવ-ઉતાર તો આવે જીવનમાં,
રોજ એક નવી પરીક્ષાનો સામનો કર.
ભમતા ભટકતા લાચાર આ મનને,
ઘડીભર એકાંતમાં લાવી શાંત કર.
વીંટાળાયેલી ઘણી ગાંઠો છે અહીં,
એને ખોલવાની મહેનત ન કર.
જ્યાં તારી કિંમત દેખાતી નથી,
બસ એ રસ્તે હવે જવાનું બંધ કર.
લાગણીઓથી ભરપૂર છે તારું હૃદય,
પ્રેમની શરૂઆત બસ તું પોતાનાથી કર.