
રસ્તો કંઈ એવો સરળ નથી,
પણ આગળ વધવાની હિંમત રાખું છું..
સપનાઓ ઘણા મોટા છે,
માટે રાત દિવસ ઘણી મહેનત કરું છું..
નવી નવી વ્યક્તિઓને રોજ મળીને,
સૌની પાસે રોજ કંઈક નવું શીખું છું..
સાથ તારો એક આશીર્વાદ જેવો છે,
ત્યારે જ તો ખૂબ ઝડપથી આગળ વધું છું..
ઉત્સાહ અંદરથી ગજબનો છે,
માટે ડર્યા વગર રોજ કંઈક અલગ કરું છું..
મંઝિલ ભલેને કેટલી એ દૂર હોય,
પહોંચીશ ચોક્કસથી એવો વિશ્વાસ રાખું છું..