
કાશ આજના દિવસે તું મારી સાથે હોય
ને તારા હાથ માં મારો હાથ હોય
એનાથી વધુ ખુશી મારા માટે શું હોય..
વરસાદ પડે ને એક ગજબની સુવાસ હોય
ને એના ખાબોચિયામાં તારા ને મારા છબછબિયાં હોય
આવા દિવસો આપણા કાશ રોજ હોય..
દિવસ અને રાત તારી સાથે હંમેશા લાંબા હોય
અને ભીડમાં પણ તારી નજર ખાલી મારા પર જ હોય
સપનાઓ તારી સાથે જોઉં ને હંમેશા સાચા હોય..
દરેક ધબકારને તારા સમજતો મારો ધબકાર હોય
કેટલા પણ દૂર હોઈએ બસ એકબીજાનો અહેસાસ હોય
બસ આજ ખજાનો જિંદગીની આખરી પળો સુધી મારી સાથે હોય..