જિંદગી ભરનો સાથ

કાશ તું કંઈ માંગવાનું કહે તો,
જિંદગીભર નો સાથ માંગી લઉં.

તારી સાથે વિતાવેલી દરેક પળોને,
 સૌથી યાદગાર પળો બનાવી લઉં.

આમ તો મનાવતા તને આવડતું નથીપણ,
ક્યારેક થઈ જાય છે એકવાર રિસાઈ જ લઉં.

તારા હસતા ચહેરા ને જ્યારે પણ જોઉં,
મનને થાય સમયને અહીંયા જ રોકી લઉં.

 લાગણીથી ભરેલી તારી વાતો સાંભળીને,
દિલ કહે છે ચલને કવિતા લખી લઉં.

કાશ તું કઈ માંગવાનું કહે મને તો,
જિંદગીભરનો સાથ માંગી લઉં.

જિંદગી ભરનો સાથ – Audio Version
Share this:

કંઈક અલગ કરવા માંગુ છું

નવી એક દુનિયા બનાવવા માંગુ છું,
એમાં કંઈક અલગ કરવા માંગુ છું.
એક શાંત નદીની જેમ વહેવા માંગુ છું,
ખુદ ના જ નહીં લોકોના સપના પણ પુરા કરવા માંગુ છું.
બોલ્યા વગર શબ્દોને કહેવા માંગુ છું,
ના બોલે એને દિલથી સમજવા માંગુ છું.
નાની નાની દરેક પળોને જીવવા માંગું છું,
મસ્ત બની મસ્તીમાં ઝૂમવા માંગું છું.
એકાંતને અંતરથી અપનાવવા માંગુ છું,
હસીને સૌને હસાવવા માંગુ છું.
સાથ સૌનો દિલથી આપવા માંગુ છું,
બીજાની જીતને પણ જલસાથી ઉજવવા માંગુ છું,
નવી એક દુનિયા બનાવવા માંગુ છું.

કંઈક અલગ કરવા માંગુ છું – Audio Version
Share this:

સાચી મૂડી

કેટલો છે બદલાવ તારામાં,
જોતાની સાથે જ આશ્ચર્ય લાગે..

પ્રેમ તું કરે છે સૌને એટલો કે,
જાણે સ્નેહથી ભરેલો સમુદ્ર લાગે..

પહેલા વાત વાતમાં તારું અકળાવવું,
આજે સમજથી ભરેલો ભંડાર લાગે..

જરૂર પડે મને જો કોઈની,
તો બંને મારા ખાસ મિત્ર લાગે..

મારા મુખને જોઈને કહી દે,
મમ્મી તું કોઈ ચિંતામાં લાગે..

આનાથી વધુ શું માંગુ,
આજ મને મારી કમાયેલી સાચી મૂડી લાગે.

સાચી મૂડી – Audio Version
Share this:

પરિવાર

ખુદને પ્રેમથી ભારોભાર રાખું છું,
મારા પરિવારને હૃદયની વચ્ચોવચ રાખું છું..

દિવસો હંમેશા એક સરખા નથી હોતા,
માટે જ દરેકની સાથે હંમેશા હસવાનું રાખું છું..

નસીબની ખૂબ સારી રેખાઓ છે મારા હાથે,
માટે જ દરેક કર્મ કરતા હવે થોડું ધ્યાન રાખું છું..

કોઈને ગમું કે ના ગમું એ વિચાર્યા વગર,
બસ હવે દિલમાં સદભાવ રાખું છું..

કહે છે લોકો મને હંમેશા ખુશનુમા હોય છે,
મારા પરિવારને જ એનું કારણ રાખું છું..

પરિવાર – Audio Version
Share this:

બંધ કર

બધી વસ્તુઓમાં ભૂલો કાઢવાનું બંધ કર,
નાની વાતોમાં મોઢું ચડાવવાનું બંધ કર!

શું થયું, કેમ થશે ને ક્યારે થશે?
આ વાતોમાં સમય બરબાદ કરવાનું બંધ કર!

મોતને આવવું હશે તો આવશે,
શરીરના દુ:ખાવાને ગાયા કરવાનું બંધ કર!

મળ્યું છે એને દિલથી માણી લે,
શું નથી એનું રડવાનું બંધ કર!

હાથની રેખાઓ મહેનતથી ચમકશે,
આખો દિવસ નસીબને કોસવાનું બંધ કર!

બંધ કર – Audio Version
Share this: