ફરી એક વાર

શાહી વગરની પેનને ઘસી ઘસી ને
ફરી એક વાર લખવાનો પ્રયત્ન કર્યો
 
ભૂલી ગયેલી દરેક વાતોનુ
ફરી એક વાર સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યો
 
નારાજગી તારી વ્યાજબી દોસ્ત
ફરી એક વાર તને સમજવાનો પ્રયત્ન કર્યો
 
અઘરુ વળી શું છે આ સંબંધમા
ફરી એક વાર એ વાત પર વિચાર કર્યો
 
બધુ પડતું મૂકી માફી માંગી
ફરી એક વાર આગળ વધવાનો નિર્ણય કર્યો
 
હજુ તો રસ્તાના વળાંક સુધી પણ પહોંચી નહોતી
ફરી એક વાર તારો જ પડછાયો સામે મળ્યો
 
જેના થી દૂર જવાનો પ્રયત્ન કર્યો
ફરી એક વાર એ જ વળી મારા જ ઘરના દરવાજે મળ્યો.

ફરી એક વાર – Audio Version
Share this:

માફી માંગવી સહેલી છે કે માફી આપવી?

સંબંધોમાં નાની મોટી વાતો તો થયા જ કરે અને જે આપણા હોય એની સાથે જ થાય પણ એ અણબનાવ બન્યા પછી વાંક કોનો છે એ નક્કી કરવામાં જીવન પૂરું કરી દેતા હોઈએ છીએ. આજકાલ આ sorry શબ્દ ખૂબ જ સરળ હોવા છતાં આપણે જલ્દી વાપરી શકતા નથી કારણ એમાં ego નડતો હોય છે.

મારું માનવું છે sorry કહી દેવાથી વાતને ટાળી શકાય છે પણ શું એ વાતનું solution આવી જાય છે? આપણને ઘણીવાર ખબર હોય છે કે ભૂલ મારી છે, ખૂબ મહેનત કરી આપણે માફી માંગી લઈએ પણ શું આપણી ભૂલ એકદમ easily માફ કરવાની તાકાત સામેવાળી વ્યક્તિમાં હોય છે?

ભૂલ કરતા વાર નથી લાગતી, માફી માંગતા વાર નથી લાગતી પણ માફી આપતા આપણને કેમ આટલી વાર લાગે છે? અરે માફી આપી દીધા પછી પણ દસ દિવસ પછી વ્યક્તિ સાથે કંઈક પાછું બને તો આપણે જૂની વાતો કાઢીને પણ એને સંભળાવી દઈએ છીએ. એનો મતલબ એમ થાય છે કે આપણે માફી દિલથી આપી શકતા જ નથી. ખૂબ અઘરું છે પણ જો આપણને અંદરથી શાંતિ જોઈતી હોય તો માફી આપીને વાતને ભૂલી જવી જોઈએ નહીં તો આપણને જ તકલીફ થશે.

માફી માંગવી જો અઘરી હોય તો માફ કરવું એનાથી પણ વધારે અઘરું છે એવું મારું માનવું છે. ચાલો માફી માંગવાની શરૂઆત કરીએ તો ક્યારેક માફી મળી જાય અને સંબંધો સચવાઈ જાય.

માફી માંગવી સહેલી છે કે માફી આપવી? – Audio Version
Share this:

તો હું ખુશ

એફિસથી એ આવતા જ
        જાનુ જાનુ કરીને બોલાવે
                     તો હું ખુશ…
 
બનાવે કોઈ રીલ
       અને કરે મારી સાથે ધમાલ
                  તો હું ખુશ…
 
રમે સાથે board games
        વીતાવે થોડો સમય
               તો હું ખુશ…
 
વાતો કરું મિત્રો સાથે અવાર નવાર
        ને કરીએ થોડી મજા
             તો હું ખુશ…
 
લખી લઉં એકાદ કવિતા
        ને મળી જાય મને એકાંત
              તો હું ખુશ…
 
એક જ દિલની વાત
      તમે છો મારાથી  ખુશ
            તો હું ખુશ…

તો હું ખુશ – Audio Version
Share this:

કોઈના માટે Judgmental હોવું શું જરૂરી છે?

કેટલું સરળ હોય છે કોઈના પણ માટે કંઈ પણ બોલી દેવાનું. અજાણ વ્યક્તિ હોય ક્યારે કદાચ મળ્યા પણ ના હોઈએ છતાં કોઈની વાતો પરથી આપણે અનુમાન કરી લઈએ કે આ વ્યક્તિ સારી છે કે ખરાબ. એટલું જ નહીં કદાચ આપણે બીજી કોઈ વ્યક્તિને પણ એના માટે આપણે શું વિચારીએ છીએ એ કહી આવશું. કોઈના માટે judgmental હોવું શું જરૂરી છે? કોઈ ઓછું બોલે તો અભિમાની, કોઈ વધારે બોલે તો બોલતા જ નથી આવડતું; કોઈને ફરવાનો શોખ હોય તો કેટલું રખડે છે, અરે આ તો બીમાર લાગે છે અગર જાડી કે પછી પતલી થઈ ગઈ હોય તો. સાચું કહું છું ને કે આ એકદમ આપણી રોજની લાઇફમાં બનતું હોય છે. પણ સાચે જ શું આપણે કોઈના પણ માટે કંઈ પણ બોલવું જરૂરી છે? ફાયદો કે નુકસાન કંઈજ નથી છતાં સમયને પસાર કરવા માટે લોકો માટે વાતો કરતા હોઈએ છીએ.

મારી જ વાત કરું લોકોને થાય કે આને ફોટાનો કેટલો શોખ છે હંમેશા ફોનની કે કેમેરાની સામે જ હોય છે. કેટલું હસ્તી હોય છે અને કેટલા ગાંડાવેળા કરતી હોય છે. તો શું લોકોના અભિપ્રાય થી મારા શોખ બંધ કરી દઉં? કોઈનો આપણા માટે નો અભિપ્રાય જેમ આપણને ગમતો નથી એવી જ રીતે આપણને પણ કોઈના માટે judgmental હોવું જરૂરી નથી. ચોક્કસથી કોઈની સારી વસ્તુઓને વખાણવી કે કહેવવામાં કોઈ જ ખરાબી નથી પણ બિનજરૂરી વાતો કરી અભિપ્રાય આપવા જરા પણ જરૂરી નથી.

મે મારી આ journey એટલે કે કોઈના માટે judgements આપવા કે કોઈના આપેલા મારા માટેના judgments પર વિચારવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમે પણ મારી વાત સાથે સહમત હોઉં તો પછી રાહ કેમ જુઓ છો ચાલો જોડાઈ જાવ. Thank you.

કોઈના માટે Judgmental હોવું શું જરૂરી છે? – Audio Version
Share this: