Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
May 2022 – Nikki Ni Kavita

દિલ ખોલીને જે જીવે

સાથે મળીને રમતાતા,
ને માોજ મસ્તી ગાંડા જેવી કરતાતા.

રસ્તા પરને ગલી ખૂંચામા,
કાયનેટીક પર ફરતાતા.

સ્કૂલમાંથી ટીચર બોલાવેતો,
મમમી મને કહેતાતા.

મિત્રો સાથે મળી રોજ,
ખૂબ ધમાલ કરતાતા.

જીદ તમારી એટલી મીઠી,
સૌ એને પૂરી કરતાતા.

ગુસ્સો કરે કોઈજો તમને,
ખડખડાટ હસતાતા.

એ જ ખાસિયત તમારી,
સૌના દિલને જીતતાતા.

હંમેશાથી જ તે,
મમમીની લાડકા કહેવાતાતા.

યાદ કરીને જૂની વાતો,
પેટ ભરીને હસતાતા.

ગઈ જ્યારે દૂર તમારાથી,
ચિઠ્ઠી મને લખતાતા.

લાગણીઓ એકબીજાની,
કહ્યા વગર સમજતાતા.

આજે જ નહી તમે હંમેશા,
દિલ ખોલીને જીવો છો.

The Audio Version of ‘દિલ ખોલીને જે જીવે’

 

Share this:

જીંદગી બદલાઈ ગઈ

તારા પગલા પડ્યાને જીંદગી બદલાઈ ગઈ,
અમારા જીવનમાં હંમેશ માટે ખુશી છવાઈ ગઈ.

કાલીઘેલી વાતો તારી સમજણથી ભરાઇ ગઈ,
સૌના દિલમાં ઘર કરી તું હંમેશ માટે સમાઈ ગઈ.

વાતવાતમાં અકળાવાની આદત તારી પપ્પા ને ગમતી ગઈ,
લોકો સમજે કેના સમાજે આ લાગણી મને સમજાઈ ગઈ.

મારા જીવનનો સાથીદાર અને રાઝદાર તું બની ગઈ,
ખાસ મિત્ર બની મારી બધી ચિંતાઓને ઉકેલતી ગઈ.

આટલી જલ્દી મોટી થઇ જશે એ સવાલમાં હું ખોવાઈ ગઈ,
શું કરીશ તારા વગર વિચારમાંજ હું ભરાઈ ગઈ.

જોતજોતામાં લગ્ન ની તારીખ પણ લખાઈ ગઈ,
આંખો અમારી વારંવાર ખુશીથી ભીંજાઈ ગઈ.

ખુશ જોઈને તને હસતા હું શીખી ગઈ,
આજ છે જીવનની સચ્ચાઈ હવે મને સમજાઈ ગઈ.

એક નહિ ને બે પરિવારના પ્રેમને લાગણીમાં તું નવાઈ ગઈ,
જોઈ તને ને રિષ સાથે હું હંમેશા હરખાઈ ગઈ.

જીવજે હંમેશા ખુમારી થી એ જ વાત કહેવાઈ ગઈ,
પ્રેમ મળે તને હંમેશા દિલથી બસ એજ દુઆ અપાઈ ગઈ.

The Audio Version of ‘જીંદગી બદલાઈ ગઈ’

 

Share this:

ખાસ બની ગઈ

નવી એક દુનિયા મારી,
એમા તું મળી ગઈ.
એકલી હતી ને,
તું સાથ આપી ગઈ.

પહેલી જ વારમાં તું ,
દિલમાં દસતક કરી ગઈ.
તારી વાતોથી રોજ,
મનને ઠંડક મળી ગઈ.

બધી ચિંતાઓને મારી,
તું પ્રેમથી સાંભળતી ગઈ.
ખોવાઈ જતી ક્યાંક તો,
મારો રસ્તો બની ગઈ.

લાગણી આપીને એવી,
અતૂટ વિશ્વાસ કરાવી ગઈ.
એકલી નથી તું કહીને,
મને સાથ આપતી ગઈ.

યાદ આવી મારા મિત્રોની,
મારા માટે ખભો બની ગઈ.
આ નવી દુનિયામાં ,
તું ફરિસ્તો બની ગઈ.

આવીને મારા જીવનમાં,
તું કરિશ્મા કરી ગઈ.
શબ્દોથી નહી કહી શંકુ
કેટલી તુ મારા માટે ખાસ બની ગઈ.

The Audio Version of ‘ખાસ બની ગઈ’

 

Share this: