Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
February 2021 – Nikki Ni Kavita

એવા મિત્ર શું કામનાં?

મિત્રતામાં રિસામણાં મનામણા શાનાં,
મનને જે ના સમજે, એવા મિત્ર શું કામનાં?
વાત ઓછી ને કટાક્ષ વધુ કરે,
હાલચાલ પૂછવા જે ફોન પણ ના કરે, એવા મિત્ર શું કામનાં?
અણબનાવ બને ને ખુલાસા ના કરે,
અચાનક અબોલા લઈ લે, એવા મિત્ર શું કામનાં?
બહાના કાઢી વાતને ટાળી દેતા,
મળવા માટે જો ખચકાતા જ હોય, એવા મિત્ર શું કામનાં?
ગેરસમજો કે ઈર્ષ્યા થી દૂર થતા,
દિલને હંમેશા દુ:ખાવતા મિત્ર શું કામનાં?
જૂની યાદ આવે ને કાગળ પર સરી જાય,
ને કવિતા વાંચતા આંખમાં આંસુ ના આવે, એવા મિત્ર શું કામનાં?

The Audio Version of ‘એવા મિત્ર શું કામનાં?’

 

Share this:

એવું  કામ કરવાનું!!

સતત દરરોજ એવું  કામ કરવાનું,
પડે જેમાં બધાને મોજ, એવું  કામ કરવાનું!!
હસતા રહી સૌને હાસ્ય મળે, એવું  કામ કરવાનું!!
સફળ થાય ‘સ્વ’ ની આ ખોજ એવું  કામ કરવાનું!!
દિમાગ સાથે દિવસભર ઝઝૂમતા દિલ પર,
રહે ના રાત વખતે બોજ, એવું  કામ કરવાનું!!
જૂઠ અને સત્ય ની કથનીમાં,
સત્ય જીતે એવું કામ કરવાનું!!
કોઈ કંઈ પણ કહે કે “ ખૂબ સારું છે”,
અંદરથી ‘હા’ કહે મન, તો જ એવું  કામ કરવાનું!!

The Audio Version of ‘એવું  કામ કરવાનું!!’

 

Share this: