સાંભળીને તારી વ્યથા,
નેત્રો મારા છલકાઈ ગયા.
લાગી એવી એક આગ,
જેમાં સંબંધો સળગી ગયા.
બે મિત્રો સમય જતાં,
અચાનક છૂટાં પડી ગયાં.
એક રાધા અને એક રંક,
શું એમાં જ વેરવિખેર થઇ ગયા?
પૈસાનો નશો ચડતા,
સાથ સૌના છૂટી ગયા.
અરે આજે છે કાલે નથી,
સમજાવતાં બસ સૌ થાકી ગયા.
વાંક તારો નથી એ દોસ્ત,
ઋણાનુબંધ આપણા પતી ગયા.
યાદોમાં તને રોજ મળીશ,
બસ જતાં જતાં કહેતા ગયા.
ભારોભાર લાગણી હોવા છતાં,
નજરો મારાથી ફેરવી ગયા.
કર્મોનો ઉદય થયો છે કહીને,
દિલને સાંત્વના આપતા ગયા.
The Audio Version of ‘ઋણાનુબંધ’