પ્રીત, તું આજે અઢારની થઈ ગઈ

પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તું અને તારી વાતોની એક આદત થઈ ગઈ,
તારી અને મારી મિત્રતા એક અતૂટ ગાંઠ થઈ ગઈ.
જોત જોતામાં તું આમ મોટી થઈ ગઈ,
પણ હવે મને મૂકીને તું જતી થઈ ગઈ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

ખૂબ રહી મારી સાથે હવે યુનિવર્સિટીમાં જવા જેવી થઈ ગઈ,
પણ તારા ગયા પછી હું સાવ એકલી થઈ જઈશ.
ઇંગ્લિશની મારી ભૂલોને સુધારતી થઈ ગઈ,
પણ હવે મારી ભૂલો શોધવા હું તને શોધતી થઈજઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તારા ગુડનાઈટ હગની (goodnight hug) મને આદત થઈ ગઈ,
પણ તારા હગ (hug) વગર હું સાવ ખાલી થઈ જઈશ.
ખૂબ ખુશ છું કે તું અઢારની થઈ ગઈ,
પણ તું જશે તો હું સાવ એકલી થઈ જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તારા લાડ-પ્રેમની પાપાને આદત થઈ ગઈ,
પણ તારા ફોનની (phone) રાહમાં એમની રાતો લાંબી થઈ ગઈ.
દીદીની બૂમોને ઘરની આદત થઈ ગઈ ,
તારા ગયા પછી હું મીતના બંધ દરવાજાને જોતી રહી જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

પ્રગતિનાં પંથે તું આગળ વધતી થઈ ગઈ,
બસ તને ખુશ જોઈને હું હસ્તી થઈ ગઈ.
તને પ્રેમ કરતા કરતા મારી આંખો ભીની થઈ ગઈ,
બેટા તું જશે તો તારા વગર હું એકલી થઈ જઈશ.
પ્રીત સાચે તું આજે અઢારની થઈ ગઈ.

The Audio Version of ‘પ્રીત, તું આજે અઢારની થઈ ગઈ’

On popular demand, you can now listen to my poem! ? ? This idea was in pipeline for a long time but what better day to execute it than on my daughter’s 18th birthday! ☺

The audio version will help me reach out to more people, who can understand but can’t read Gujarati, and will also help me convey the feeling of the poem, the way it was intended.

I hope you all like this new addition to NikkiNiKavita and I can’t wait to hear the feedback from you guys.

Love,
Nikki ?

Share this:

મારી લાડલી

હસતી-રમતી છે તું, નિખાલસ મનની છે તું,
પ્રેમનો દરિયો છે તું, મારી લાડલી છે તું.
સરળ હદયની છે તું, છતાં વિચારોથી ચકોર છે તું,
ગંભીર પણ છે તું અને ચંચળ પણ છે તું,
પ્રેમનો દરિયો છે તું, મારી લાડલી છે તું.

અભિમાન અને કપટતાથી પર છે તું,
ફૂલો ની ફોરમ છે તું, મારી આંખોની ચમક છે તું.
નદી જેવી શાંત છે તું, વીજળી નો ચમકાર છે તું,
દાદા-દાદીનું નૂર છે તું, પપ્પાનું સર્વસ્વ છે તું,
પ્રેમનો દરિયો છે તું, મારી લાડલી છે તું.

મીતની પ્રીત છે તું, મારા હૃદયનો ધબકાર છે તું,
સૌના મનમાં છે તું અને મારું પ્રતિબિંબ છે તું,
મારી લાડલી પ્રીત , અમારો ગર્વ છે તું.

Note: This poem is for my sweetheart, my best friend, my partner in crime, and my pride, PREET! ❤

She is a wonderful daughter and a friend. ?? She is away from home for her volleyball match to Germany ?? this weekend. With last year of IB, she plays Badminton ?, Cricket ?, and goes bowling ?.

I am so proud of her because she never gives up and is a fighter. This year is her last year of school and next year she will be gone to the University ?. ?

All the best for your last Necis matches and I am coming soon to cheer you and your team up. ?? We are always proud of you regardless of the result. ??

Share this: