ખુલ્લા આકાશમાં,
વાદળોને શોધું છું.
વહેતા દરિયામાં,
જાણે માટીને શોધું છું.
ગુલાબ હાથમાં લઈને,
સુગંધ ને શોધું છું.
અજવાળામાં બેસીને,
જાણે અંધારાને શોધું છું.
શબ્દો નીકળતા જ મુખમાંથી,
એના અર્થને શોધું છું.
એકાંતમાં બેઠી હોઉં તો,
વિચારોને શોધું છું.
કેટલીય મથામણ પછી,
એકાદ યાદને શોધું છું.
કવિતામાં મારી જાણે,
હંમેશા કોઈકને શોધું છું.
Amazing 💕!
Thank you ☺️
Nice
Thank you ☺️
Amazing
Thank you ☺️
Nice
Thank you ☺️
Wowwww too good!! Really felt the emotion❤️
Thank you ☺️
Very nice 👌
Thank you ☺️
This process ofશોધ will continue in our life .
Thank you ☺️