પસ્તાવો

સમજદારીની વાતો કરતા હતા જે,
ગેરસમજના ગોટાળે ચડી ગયા,
પ્રશ્નોમાં એવા અટવાયા એ,
કે અંતે સંબંધો તૂટી ગયા.

પ્રેમની જ ભાષા સમજતા હતા જે,
નફરતના રસ્તે વળી ગયા,
નાદાનીમાં એવા ખોવાયા એ,
કે અંતે સંબંધો છૂટી ગયા.

શાંત સ્વભાવની વાતો કરતા હતા જે,
અશાંતિના માર્ગે ચઢી ગયા,
ક્રોધમાં એવા અકળાયા એ,
કે અંતે સંબંધો હારી ગયા.

લખતા લખતા હાસ્યની વાતો આજે,
કારણ વગર રડી પડયા,
તૂટેલા સંબંધોને જોડવામાં,
કેટલાય વર્ષો વીતી ગયા.

The Audio Version of ‘પસ્તાવો’

 

Share this:

24 thoughts on “પસ્તાવો”

Leave a reply