
હંમેશા દિલને મનાવીને મનાવી લઉં છું તને
એકવાર તો તું મનાવી લે…
ભૂલ તારાથી પણ થઈને મારાથી પણ થઈ
એકવાર તો માફી તું માંગી લે…
જિંદગીનો ક્યાં ભરોસો છે
એકવાર ફરી સાથ આપીને જીવી તો લે…
ક્યાં સુધી મનમાં કડવાશ ભરીને રાખશે
એકવાર થોડી મીઠાશ સંબંધમાં ભરી તો લે…
હજી એ તારી જગ્યા ત્યાં છે મારા દિલમાં
એકવાર થોડું અંદર ઝાંકી તો લે…
લોકોની વાત સાંભળવાની આદત છે તને
એકવાર ખુદના દિલની સાંભળી તો લે…