મનભેદ

કાલાવાલા હું કરવાની નથી,
તને હવે  હું મનાવવાની નથી.

ખોટા ઝઘડા મારે પણ કરવા નથી,
મૌન રહી ખોટું સાંભળવાની નથી.

સમજવાની શક્તિ જો તારામાં નથી,
કોઈ બોલીને સમય મારે પણ બગાડવો નથી.

હું જ સાચી છું એવું કહેતી નથી,
પણ શબ્દોનાં ઘા સહન થવાના નથી.

સાચું કહ્યું છે મતભેદ થાય ત્યાંસુધી વાંધો નથી,
પણ મનભેદ હવે મારે કોઈની સાથે કરવા નથી.

The Audio Version of ‘મનભેદ’

 

Share this:

16 thoughts on “મનભેદ”

Leave a reply