લાગણીનો દરિયો

તમે હૃદયથનાં ઊંડાણમાં વસ્યાછો એવા કે,
યાદનાં સ્પર્શથી અશ્રુઓ છલકાઈ છે.

પ્રેમથી ભરેલા છો એવા કે,
પ્રેમની પ્યાસથી દરિયા છલકાઈ છે.

ગુણોનાં ભંડાર છો એવા કે,
અવગુણો અમારા શરમાઈ છે.

લાગણી તમારી અમો સર્વ પર,
હૃદયને ગદગદીત કરી જાય છે.

રણકતો અવાજ અને હાસ્ય તમારું ,
જીવવાનું કારણ બની જાય છે.

તમને યાદ કરું કે ના કરું પપ્પા,
તમારો લાગણીનો દરિયો મને રોજ એક વાર હસાવી જાય છે.

The Audio Version of ‘લાગણીનો દરિયો’

 

Share this:

23 thoughts on “લાગણીનો દરિયો”

  1. Omg this poem is sooooo sweet and i loved , “All dad’s are guiding light whose love shows us the way.”Each and every words are true to express feelings of daddy!! Stay blessed my beautiful poet 🌹

  2. પ:પોતાનાં બાળકો નું
    પ્:પ્યાર થી પંપાળી ને
    પા:પાલન કરનાર વ્યક્તિ .
    પપ્પા.
    બહુ સરસ નીકી .👍👌

  3. જે માંગુ એ આપ્યા કર , એ જિંદગી …
    ક્યારેક તો , મારા “પપ્પા” જેવી બની જો !!!

Leave a reply