
મિત્રતા છે એક અનમોલ નાતો,
દરેક પરિસ્થિતિમાં જે સાથ આપતો..
સુખ દુઃખના દરેક પળે,
જે હંમેશા દિલથી મળે..
સમય ફરે, સંજોગ ફરે,
છતાં જેનો હાથ હંમેશા ખભે ફરે..
હસાવે, રડાવે, સમજાવે, મનાવે,
જીવનભર માત્ર એ જ દોસ્તી નિભાવે..
હૃદયથી બંધાયેલ છે આ સંબંધ,
કહેવાય છે એને જ સાચો ભાઈબંધ.









