આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ.


જેમ જેમ દિવસ નજીક આવે છે થોડી ગભરાટ તો સાચે થાય છે. 25-Apr-2023 થી 6-May-2023 વીપાસના માટે જઈ રહી છું. મારી ઘણી બધી ઓળખીતી વ્યક્તિઓએ ઘણી બધી વાર વીપાસના કરી છે ,પણ મારા માટે તો આ પહેલી વાર છે. 10 મિનિટ, 30 મિનિટ, એક કલાક અને ક્યારેક ચાર કલાકના ધ્યાન કર્યા છે, પણ 10 દિવસ થોડું અઘરું લાગી રહ્યું છે.

થોડા પ્રશ્નો મગજમાં વારંવાર આવ્યા કરે છે, હું કેવી રીતે કોઈની સાથે વાત ન કરી શકું? હું મારા ફોનનો ઉપયોગ કરી શકીશ નહીં, ઘરમાં કોઈ ઈમરજન્સી આવશે તો?  મને વાંચવાની આદત છે, હવે સૂતા પહેલા હું વાંચ્યા વગર કેવી રીતે ઊંઘીશ? દિવસમાં ત્રણથી ચાર વાર મારા બાળકો મને ફોન કરે છે, તો હું વાત કેવી રીતે કરીશ? હું લખીશ કેવી રીતે ત્યાં તો લખવાની પણ છૂટ નથી. તમે તો ત્યાં કોઈની સાથે eye કોન્ટેક્ટ પણ કરી શકો નહીં.

પહેલા તો ખૂબ સ્ટ્રોંગ હતી પણ હમણાં થોડા વિચારો આવી રહ્યા છે. મારે મારી સાથે એકાંતમાં સમય કાઢવાનો છે. એવું નથી કે એકાંત થી ડર લાગે છે પણ દસ દિવસ થોડું અઘરું લાગે છે. ક્રોધ, શંકા, ઉદાસી, દુઃખ બધી જ વાતોથી દૂર હોઈશ એનો મને આનંદ છે. પ્રયત્ન કરવો તો છે જ, હંમેશા મારા ડર સાથે લડી છું તો આજે આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ. મારા દસ દિવસનો અનુભવ ચોક્કસથી તમારી સાથે શેર કરીશ. મને best wishes આપજો કે હું મારી વીપાસના ખૂબ શાંતિથી અને સારી રીતે કરી શકું.

Thank you. :pray::skin-tone-2:

આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ – Audio Version
Share this:

22 thoughts on “આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ.”

  1. More power to you, દોસ્તાર! 💪🏼 Give it your all!

    P.S. The streak is still unbeaten! 🎉

  2. Good luck to a strong n beautiful , am sure this challenge will also be super successful !! Hugs to you 🌹

  3. It takes lot of mental strength to take such a leap ….. would love to hear about it all wen u back…… Good Luck 👍

  4. Best wishes and lots of strength! Let us know how it feels to reach a higher level of spirituality and awareness! 🧘🏽‍♀️🙏🏽

Leave a reply