સાથે છે માટે જ બધું છે

સપના જોઉં ત્યારે તું આંખોમાં વસી જાય,
પૂરા કરવા માટે તારી મહેનત સજી જાય…

સુખ દુઃખમાં હંમેશા મારો હાથ પકડી રાખે,
દરેક પગલે તું સાથ નિભાવતો જાય…

પ્રેમના સાગરમાં હંમેશા તરતી હોઉં છું,
તારી લાગણીને સહારો હંમેશા બસ આપતો જાય…

સપનામાં રંગ ભરતો અને હકીકત બનાવતો,
તું છે તો જીવનમાં વિશ્વાસ વધતો જાય…

અઘરા હોય કે સરળ, દરેક રસ્તે તું છે,
માટે જ મારું જીવન સુખથી ભરાતું જાય…

તું સાથે છે માટે જ બધું છે,
રોજ મારું મન મને કહેતું જાય…

સાથે છે માટે જ બધું છે – Audio Version
Share this:

નસીબ ના લખાણ

જિંદગીના સફરમાં ક્યારેક ધૂંધળા રસ્તા મળે,
ધીરજ રાખશે તો ત્યાં પણ ફૂલ મળશે..

હમણાં નથી, એનો અર્થ કંઈ ખોટું નથી,
યોગ્ય સમયે જોઈએ એ પણ મળશે..

સમયના ઘડિયાળે બધું જ ગોઠવાયેલું હોય,
દરેક ઘટના પાછળ કોઈ સંદેશા મળશે..

આજે દુઃખ લાગે, કાલે કદાચ આશીર્વાદ હોય,
દરેક વિરામ પાછળ નવી શરૂઆત મળશે..

વિશ્વાસ રાખ નસીબના લખાણ પર,
સાચી ઘડીએ તારાઓ પણ ચમકતા મળશે..

નસીબ ના લખાણ – Audio Version
Share this:

સમયની દોડ

સમય દોડે છે પંખી સમાન,
ક્ષણો સરકે છે રેતી સમાન.

હાસ્ય, પ્રેમ, સંગાથની ઘડીઓ,
વહે છે જાણે ઝરણા સમાન.

યાદો બનાવતો જાય છે,
વળી વહી જાય છે દરિયાના મોજા સમાન.

ક્યારેક મન કરે છે અટકાવી દઉં,
છતાં ભાગતો રહે છે આંખોના પલકારા સમાન.

હે સમય, થઈ જા થોડો ધીમો,
તો માણી શકું તને એક પ્રેમી સમાન.

સમયની દોડ – Audio Version

Share this:

સરળ જીવન

જ્યાં હૃદયને શાંતિ મળે,
ત્યાં જ બેસવું..

જ્યાં મુખ પર સ્મિત આવે,
ત્યાં જ રહેવું..

જે સંગતમાં મન થાકે,
ત્યાંથી દૂર થઈ જવું..

જ્યાં કંઈ ના સમજાય,
ત્યાં ના જ રહેવું..

જ્યાં ના ગમે,
ત્યાંથી આગળ વધવું..

સારા વિચાર સારો સાથ મળે,
તો ત્યાં જઈ ભળવું..

જીવન છે નાનું,ખુદને સાચવી,
સારા લોકોને આનંદથી મળવું.

સરળ જીવન – Audio Version

Share this: