કહેવાતું નથી

હમણાંથી જાણે કંઈક લખાતું નથી,
 ખુદને જાણે  મળાતું નથી..

આગળ પહોંચવાની દોડમાં,
થોડું કેમ અટકાતું નથી?

સુખ દુઃખની વાતો ઘણીએ કરવી છે,
પણ મિત્રોને  મળાતુ નથી..

ફોનને થોડો આરામ લેવાનું કીધું,
પણ ઇન્ટરનેટ વગર હવે રહેવાતું નથી..

સમજ અંદરથી ઘણી પડે છે,
પણ મનને જાણે સમજવું જ નથી..

નીકી,અંતરમાં અનકહી ઘણી વાતો છે,
કેમ હવે પોતાના ને જ કંઈ કહેવાતું નથી.

કહેવાતું નથી – Audio Version
Share this:

પ્રારબ્ધ અને પુરુષાર્થ

સપનાઓ હું રોજ જોતી જાઉં છું,
ને પૂરા કરવા આગળ વધતી જાઉં છું .

સરળ હંમેશા કંઈ મળતું નથી,
અઘરા રસ્તાઓ વટાવતી જાઉં છું .

કોઈની સાથે હાર જીત નથી હવે,
બસ રોજ ખુદમાં જ બદલાવ કરતી જાંઉ છું.

પ્રશંસા કરે કોઈ કે ના કરે હવે,
રોજ પોતાને જ સાબાસી આપતી જાઉં છું.

મહેનત કરતા કરતા જ્યારે થાકું,
શાંત થઈ જીવનને પણ માની જાંઉ છું.

નીકી, પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને ખૂબ જરૂરી છે,
એજ સમજને દિલમાં ગાંઠ કરતી જાંઉ છું.

પ્રારબ્ધ અને પુરુષાર્થ – Audio Version
Share this:

થોડું ભુલીને જો

છોડીને જૂના ઘાવ તું જો,
ને રાખીલે હાથમાં સુખના ભાવ જો..

ભૂલીને થયેલી ભૂલને તું જો,
માંગીને માફી જીવનની સુગંધ જો..

હવા સાથે ઉડી જશે બધા દર્દ તું જો,
હૃદયમાં હશે આશા ના કિરણ જો..

રડવાનું છોડી થોડું હસીને તું જો,
દરેક પળમાં હંમેશા નવા સપનાને જો..

નીકી,જિંદગીની આજ તો છે મજા,
 છોડીને મનમાં બાંધેલી ગાંઠો જો..

થોડું ભુલીને જો – Audio Version

Share this:

જીવનનો અર્થ

જીવન શું છે, વિચાર કરાવે,
હર્ષ અને દુઃખનો સ્વીકાર કરાવે.

ક્યારેક હસાવે, ક્યારેક રડાવે,
પડીએ ત્યારે ફરી ઉભા કરાવે.

સુખ-દુઃખના બધાં રંગો બતાવે,
અને સમય સાથે બધું ભૂલાવે.

સાચો આનંદ જ્યાં પ્રેમ ધરાવે,
સુખની ચાવી સ્વીકારથી આવે.

સફળતા-અસફળતા બધું બતાવે,
મન શાંત રહે ત્યારે ખુશી અનુભવાવે.

જીવનનો અર્થ – Audio Version

Share this: