જીત-હાર

રમત છે, બધાએ રમવી,
જીતશું કે હારશું — કોણે શું જાણવી?

ક્યારેક આગળ, ક્યારેક પાછળ,
દરેક પળને દિલથી માણવી.

હારથી શીખવું, જીતથી વધવું,
દરેક ક્ષણમાં કંઈક નવું શીખવું.

આજે ન મળે તો કાલે મળશે,
પ્રયત્ન કરનારને કેમ અટકવું?

જીત-હાર છે માત્ર પરિણામ રમતનું,
જે પણ આવે, દિલથી અપનાવવું.

જીત-હાર – Audio Version
Share this:

વિશ્વાસ

વિશ્વાસ હોય તો જગ જીતાય,
નહીં તો રસ્તા બધે અટવાય.

સત્ય અને પ્રેમ જ્યાં હોય,
વિશ્વાસ ત્યાં કદી નહીં ખોય.

ખોટા શબ્દો કદી નહીં બોલ,
સંભાળજો એને, જે તમારું હોય.

વિશ્વાસ છે એક નાનકડો દીવો,
જેનાથી હંમેશા ઉજાસ હોય.

એકવાર તૂટે તો ફરી નહીં થાય,
સાચવજો, દોસ્ત, એને જ વિશ્વાસ કહેવાય.

વિશ્વાસ – Audio Version
Share this:

ખોટા સંબંધો

સંબંધો બધા સાફ નથી હોતા,
કોણ જાણે, ગમતા નથી હોતા…

શબ્દોમાં ભરપૂર મીઠાશ,
પણ મનથી સાચા નથી હોતા…

જ્યાં સુધી કામ, ત્યાં સુધી સાથ,
કેમ નિસ્વાર્થ નથી હોતા…

કેટલીય રમતો રમતા,
પણ ક્યારેય જીતતા નથી હોતા…

મળે તો પણ ખોટું બોલતા,
એમાં ક્યારેય વિશ્વાસ નથી હોતા…

ખોટા સંબંધો કંઈક આવા જ હોય,
લાગણીવાળા ક્યારેય નથી હોતા…

ખોટા સંબંધો – Audio Version
Share this:

Happy 70th Birthday Papa

જાણું છું, થોડો અઘરો સમય છે,
પણ આ પણ વીતી જશે, પપ્પા…
જાણું છું, રાતો ખૂબ અંધારી છે,
સવાર જરૂરથી પડશે, પપ્પા…

દરેક દિવસ એક નવી પરીક્ષા છે,
પણ જીતવાનો સ્વભાવ છે તમારો, પપ્પા…
પળો કાઢવી ક્યારેક અઘરી હોય છે,
પણ હિંમતથી લડવાની તાકાત છો તમે, પપ્પા…

કેટલુંય મેળવ્યું ને કેટલું ગુમાવ્યું,
પણ હસતા રહેવાની આદત છે તમારી, પપ્પા…
લક્ષ્ય તમારું એકદમ ચોક્કસ હોય છે,
માટે જ દરેક હરીફાઈને જીતનાર છો તમે, પપ્પા…

જીવનમાં ખૂબ ઓછી વ્યક્તિઓ આવી જોઈ છે,
મોતને પણ મનાવીને જીવી ગયા તમે, પપ્પા…
ઘણું હરવાનું ને ફરવાનું સાથે છે,
માત્ર, હજુ બસ 70 ના જ થયા છો તમે, પપ્પા… 🥰

Happy 70th Birthday Papa – Audio Version
Share this:

જીવનની હકીકત

જીવન એક વહેતો સાગર,
એમાં છે મોજા ધણા ભારી
ક્યારેક શાંત તો ક્યારેક તોફાની…

શીખવા માટે રોજ કંઈક નવું,
ક્યારે કડવી હકીકત તો
ક્યારેક પૂરા થતા સપનાની લારી…

સફળતા આપે હિંમતની વાત,
ને અસફળતા આપે એક નવી પ્રભાત
ધણી પળો બની જાય છે ખૂબ ખારી…

નસીબની અહીં માંગ છે મોટી,
શ્વાસોશ્વાસ હોય ત્યાં સુધી મહેનત જરૂરી
જીવજો જીવનને મજાથી ક્યાંક રહી ના જાય કોઈ ઈચ્છા અધૂરી…

જીવનની હકીકત – Audio Version
Share this: