તારા પ્રેમની છાયામાં,
જીવન વીતતું જાય.
તારા હસતા નિર્મળ મૂખે,
મારું દરેક સપનું સજી જાય.
તારા હાથનો મીઠો સ્પર્શ,
મારા મનને શાંત કરી જાય.
તારા ચૂપીમાં પણ,
ઘણા શબ્દો સંભળાઈ જાય.
તું જ છે આશરો મારો,
કોઈપણ ડર વગર સમય વીહેતો જાય.
તારા સાથે ચાલતા,
દરેક માર્ગે ફૂલોની જાણે ચાદર દેખાય.
હૃદયના દરિયામાં,
તું છે મારો કિનારો બની જાય.
તારા પ્રેમથી તો લાગે,
દરેક પળ જાણે સરળ બની જાય.
હંમેશા ખુશ રહે તું
એ જ પ્રાર્થના અંતરથી નીકળી જાય.
તું છે તો હું છું,
બાકી આ જિંદગી કોરો કાગળ રહી જાય..