
શરૂઆત મારી કવિતાની
થઈ તારા જ પ્રેમમાં,
તારું કહેવું “તું જે કહે એમ”
ભરી દે છે આનંદ મારા શ્વાસોશ્વાસમાં..
તું છે સૌના માટે પ્રેરણા
જીવું છું મારું સપનું આજે હકીકતમાં,
જોઉં છું તને જ્યારે પણ
દેખાય છે પ્રેમ મને રગેરગમાં..
સરસ પિતા અને શ્રેષ્ઠ પુત્ર તું
જોઈને તને ખુશ થાવ છું હું અભિમાનમાં,
સંસાર લાગે છે સરળ મને
બસ તારો હાથ હોય મારા હાથમાં..
શીખવા જેવું ઘણું છે તારી પાસે
રંગાઈ જવું છે બસ મારે તારા રંગમાં,
નસીબદાર છું તું છે મારા હૃદયમાં
સારા કર્મોથી જ મળે તારા જેવો સાથી જીવનમાં..