તું આવે છે ત્યારે…

કેટલું એ કરવું હોય છે તારી સાથે ,
પણ સમય થોડો ઓછો પડે છે…
તું જ્યારે જ્યારે પણ આવે છે,
આ દિલને ગજબની ઠંડક મળે છે.

વાતો તારી ખૂટતી નથી,
તને સાંભળવાની મને મજા પડે છે…
રમતા રમતા જ્યારે કલાકો વીતે,
તારી સાથે સમય વિતાવવાનો સંતોષ મને મળે છે.

જાય છે જ્યારે તું મન થોડું ગોટાળેચડે છે,
આંખોને જાણે વરસવાનું એક બહાનું મળે છે..
જલ્દી મળશું જ્યારે તું કહે છે,
ભારે હૃદયને એક શાંતવનના મળે છે.

રિવાજો સંસારના કંઈક આવા જ હોય છે,
એને સમજવા ક્યારેક ભારે પડે છે..
તું માને કે ન માને, તું આવે ત્યારે અમને જ નહીં,
આ ઘરને પણ હસવાનું કારણ મળે છે.

તું આવે છે ત્યારે… – Audio Version
Share this:

20 thoughts on “તું આવે છે ત્યારે…”

  1. Truly outstanding❤️ dikri to Parki Thapan khevaye !! Full of feelings n emotion the best part is 3 n 4 th stanza 🥲🥹🌹!!

Leave a reply