
તારી સાથે લાગણી કંઈ એવી બંધાઈ,
જાણે પ્રેમથી ભરેલા દરિયામાં ડૂબકી લેવાય.
શબ્દોમાં કેમ કરી વર્ણવું,
અંદરથી જાણે એક સમતા અનુભવાય.
સાથે તો ઘણા છે જીવનમાં,
તારી હાજરી હંમેશા મારી સાથે જ દેખાય.
જોયું જ્યારે જ્યારે મુખડું તારું,
મન મારું આનંદથી હરખાય.
પકડ્યો છે મારો હાથ તે જ્યારથી ,
અનુભવથી કહું છું, જન્મોજનમ કદી ના છોડાય.