
તમારાથી દૂર જતા રડી પડી,
જાણે કેટલીય લાગણીયો ઉભરાઇ પડી.
ધ્યાન એટલું રાખ્યું મારુ,
તમારા પ્રેમ ની સામે હું ઝાંખી પડી.
સમય આપી જીત્યું મન મારું,
મારા સંસ્કારોની મને ઝલક મળી.
કરી મને ગમતી દરેક પ્રવૃત્તિ સાથે મારી,
કલેજા ને સરસ મજાની ઠંડક મળી.
થઇ ગયા મોટા બાળકો મારા,
દિલ ને પાકી આજે સમજ પડી.
જે આપીએ પાછું ચોક્કસ થી મળે,
એ વાત એકદમ સાચી પડી.
આભાર તમારો તમારા કારણે,
આજે હું એક સફળ ‘મા’ ને મળી.