શબ્દ શોધવા નીકળી,
ને મારું દિલ ગદગદ થઈ જાય છે.
તારા માટે લખતા આજે એક,
અજબનો ગર્વ અનુભવ થાય છે.
મમમીની યાદ આવી તો,
મારા માટે એનો ખોળો બની જાય છે.
પપા જેવો પ્યાર આપી,
એક અડગ ઢાળ બની જાય છે.
અપેક્ષા વગર બસ તું,
પ્રેમ રેલાવતી જાય છે.
પોતાના માટે જ નહી પણ,
હર જીવ માટે જીવ બાળતી જાય છે.
અવાજ ભલેને મોટો હોય,
પણ દરેકના દિલમાં ઘર કરી જાય છે.
ના વાત કરું તારી સાથે,
તો મારો દિવસ ખાલી જાય છે.
ભૂલો કરું તો મને,
સાચો માર્ગ દેખાડતી જાય છે.
ક્યારેક તકલીફોથી થાકી જાઉં,
તો અજબની હિંમત આપતી જાય છે.
સવારની પહેલી કિરણથી,
બસ મહેનત કરતી જાય છે.
સપનાઓ અજબના સેવી,
સરળતાથી પૂરા કરતી જાય છે.
તારું ખડખડાટ હાસ્ય,
સૌના દિલને ખુશ કરી જાય છે.
એક અનોખી ખુશી,
બસ તને જોઈને જ દિલમાં થાય છે.
પરિવારની સાચી ઓળખ,
તારાથી જ મને સમજાય છે.
તું નજીક છે માટે જ,
જીવન જીવવાની મજા અલગ થતી જાય છે.
સાચા મિત્રની શોધમાં,
પણ તું જ મળી જાય છે.
મારા માટે તો તું,
ભગવાને આપેલું એક વરદાન બની જાય છે.
તારી તોલે કદી કોઈના આવશે,
એમ કહી મારુ દિલ રડી જાય છે.
નસીબદાર હોય જેને,
તારા જેવી બેન મળી જાય છે.
ઘણા પુણ્યો કર્યા હશે,
તું જેને પણ મળી જાય છે.
તને ખૂબ ચાહું છું “ નાનકડી નીપા”
દરેક ધડકન મારી બસ એ જ કહેતી જાય છે.
The Audio Version of ‘નાનકડી નીપા’