Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
June 2018 – Nikki Ni Kavita

‘મા’ તારો અંદાજ

‘મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારો સહજ સ્વભાવ એકદમ ગજબનો છે,
દિલને સાફ રાખી બધાંને સાથે રાખવાની અદા કંઈક અજબ જ છે.

‘મા’ તારા સ્નેહમાં બધાંને નવડાવવાની કળા કંઈક ગજબની છે,
સૌની ભૂલોને માફ કરી પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારું તે કદીના વિચાર્યું , પરિવારને પ્રથમ રાખવાની કળા કંઈક ગજબ જ છે,
મનને મોટું રાખી બધાંને બધું આપી દેવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારા શબ્દોમાં મીઠાશ કંઈક ગજબની જ છે,
સૌના દિલને જીતવાની કળા તારામાં કંઈક અજબની છે.

‘મા’ તારા સ્વભાવમાં ભોળપણ ભારોભાર ગજબનું છે,
કોઈ ગુનો કરે એને પણ ભેટવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારામાં અપેક્ષા વિના જીવન જીવવાની કળા કંઈક ગજબ જ છે,
બસ તારી પાસે આજ સીખી જાઉં તો આ જીવન અજબનું છે.

મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

The Audio Version of ‘‘મા’ તારો અંદાજ’

Share this:

ખાનગી પત્ર

બે ઘડી બેસી કંઈક લખી લઉં,
સાત ફેરા તારી સાથે ફરી લઉં.

પરોઢને આપણા પ્રણયથી ભરી લઉં,
મારા દરેક શ્વાસમાં તને સમાવી લઉં.

જીવનને રોમાંચિત બનાવી લઉં,
પ્રેમથી તારી દુનિયા સજાવી લઉં.

એક થાડીમાં જમીને થોડો પ્રેમ વધારી લઉં,
તારો હાથ થામી આપણા સપના પૂરા કરી લઉં.

તારી સાથે સંતાકૂકડી રમી લઉં,
શોધીલે તું મને તો બસ તને ભેટી લઉં.

તારી આગોશમાં (હીંચકા પર) ઝૂલી લઉં,
આ ભાસને હકીકત બનાવી લઉં.

પાંખ મળે તો તારી સાથે ઊડી લઉં,
દરિયામાં બે-ચાર ડૂબકી તારી સાથે મારી લઉં.

તારા માથે હાથ મૂકી કસમ એવી લઈ લઉં,
આ જિંદગી બસ તારા નામે લખી લઉં.

બે ઘડી બેસી એક ખાનગી પત્ર લખી લઉં,
સાત ફેરા ફરી જનમ જનમનો સાથ નિભાવી લઉં.

The Audio Version of ‘ખાનગી પત્ર’

 

Share this:

સંબંધો

સંબંધો ક્યારેક મીઠાં તો ક્યારેક કડવા હોય છે,
કેમ અચાનક આપણા મનને નડતા હોય છે?

ક્યારેક પ્રેમ તો ક્યારેક નફરતથી ભરેલા હોય છે,
કેમ આપણી લાગણીઓ સાથે રમતા હોય છે?

સંબંધો ક્યારેક સરળ તો ક્યારેક અઘરા હોય છે,
કેમ આપણા વિચારોથી કંઈક અલગ હોય છે?

ક્યારેક હસાવતાં તો ક્યારેક રડાવતા હોય છે,
કેમ આપણી સમજથી ઘણા પર હોય છે?

સંબંધો ક્યારેક મીઠાં તો ક્યારેક કડવા હોય છે,
કેમ અચાનક આપણા મનને નડતા હોય છે?

કયારેક લાડ તો ક્યારેક ધિક્કારથી ભરેલા હોય છે,
કેમ આપણા દિલને અકળાવતા હોય છે?

સંબંધો જો પ્રેમ અને સમજથી ભરેલા હોય,
તો જ આપણા મનને ગમતા હોય છે.

The Audio Version of ‘સંબંધો’

Share this:

મમ્મી, મને તારી કદર સમજાય ગઈ

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

બંનેને લાડ કરતા કરતા હું ક્યાંક ખોવાઈ ગઈ,
ત્યાંજ મને તારા લાડની કદર સમજાય ગઈ.

સવારે બંનેને નાસ્તો કરાવતા આજે મારી આંખ ભરાઈ ગઈ,
મારી મમ્મી, મને તારી કદર સમજાય ગઈ.

બંનેની સ્કૂલથી આવવાની રાહ જોતી, ને આખા દિવસની વાતો કરતી,
કેમ જાણે મારી વાતોને મારી મમ્મીની કદર સમજાય ગઈ.

ભૂખ લાગી છે દીકરા, ચલ કંઈ ખાવા આપું?
આજે અચાનક મારી ભૂખને મમ્મી તારી કદર સમજાય ગઈ.

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

તને ઊંઘ નથી આવતી દીકરા, ચલ મારી સાથે સૂઈ જા,
આજે મારી ઊંઘને મમ્મી તારી કદર સમજાય ગઈ.

બહુ ઠંડી છે દીકરા, જેકેટ પેરીને જા,
આજે જેકેટ જાતે પેરીને ચાલવા જતા, મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

કંટાળો આવે છે, ચલ તને શોપિંગમાં લઇ જઉં દીકરા,
આજે મારા કંટાળાને મમ્મી તારી કદર સમજાય ગઈ.

દીકરા માથું દુ:ખે છે, આવીજા મારા ખોળામાં,
આજે તારા ખોળાની મમ્મી મને કદર સમજાય ગઈ.

હવે તું યુનિવર્સિટી જતી રહીશ, તારા વગર હું એકલી થઈ જઈશ,
આ એકલપણાનાં ડરને સાચેજ મમ્મી તારી કદર સમજાય ગઈ.

તારી આંખો કેમ ભીની છે? બધુ બરાબર છેને દીકરા?
સાચું કહું મમ્મી આજે મારી ભીની આંખોને તારી કદર સમજાય ગઈ.

મમ્મી બન્યાં પછી એક વાત સમજાય ગઈ,
મમ્મી મને તારી કદર સમજાય ગઈ.

The Audio Version of ‘મમ્મી, મને તારી કદર સમજાય ગઈ’

 

Share this: