એક ક્ષણ નો વિચાર

એને ‘હા’ કહું કે એને ‘ના’ કહું,
જાણું છુ એ ચાહે છે દિલથી મને,
ચાહે છે એના કરતાં વધુ ધિક્કારે છે મને,
લાગણીઓ દર્શાવતા જીવન સ​વારે છે મારું,
પણ વિચારોમાં રમતી ઓ નીક્કી,
તારા વિચારોની કદર નથી તને,
એ ક્યાં છે એની ખબર નથી તને,
એ ભૂલે છે, એનો ખ્યાલ પણ નથી તને,
તારું ગાંડપણ તારા સુધી રાખ,
નહીતર ગાંડી બનાવી જશે તને,
એની ખબર છે ખરી તને?

Note:

This was the first poem that I had written. I was 13 and heartbroken. I can still feel the fire in these words. Such is young love.

Spoiler: we did end up together and it’s been a glorious journey ever since. ?

Let me know how did you like the poem in comments below. 🙂

Share this:

તને એક્લામાં મળી લઉં છું

એક્લી બેઠી બેઠી હસી લ​ઉં છું,
ક્યાંક તારી નજરમાં આવી જાઉં છું.
તને એક્લામાં મળી લઉં છું,
અને એક્લી બેઠી બેઠી હસી લ​ઉં છું.

તારા શબ્દો ને યાદ બનાવી લ​ઉં છું,
એક્લી બેઠી બેઠી હસી લ​ઉં છું.
તારી યાદોનું દિલ માં ઘર બનાવી લ​ઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.

સપનાની દુનિયામાં જીવી લ​ઉં છું,
છતાં આંખ ખુલતા રડી લ​ઉં છું.
રેતીમાં ઘર બનાવી લ​ઉં છું,
તૂટવાનાં ડરથી થંભી જાઉં છું.

અતૂટ પ્રેમ છે છતાં કશે અટકી જાઉં છું,
તારો સાથ છુટવાના ડરથી હલી જાઉં છું,
એક્લી બેઠી હોઉં તો ક્યારેક રડી લ​ઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.

એકલામાં ઘણી વાતો કરી લ​ઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.
તારી યાદ આવે તો કયારેક,
હસતાં-હસતાં પણ રડી લ​ઉં છું.

Share this:

ખાનગી એક વાત

આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..

નિંદ્રારાણી જલ્દીથી પધારજો,
સપનામાં મુલાકાત થવાની છે..

ખુલી આંખોમાં એક ખળભળાટ છે,
રાત્રિની આતુરતાથી રાહ જોવાની છે..

આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..

કાગળ-કલમ બસ કંઈ સાથ ના આપે,
કેમ તારી રાહ જોવાની છે..

ડરથી મારું મન અકળાયું છે,
કશેક તમારી ખોટ વર્તાણી છે..

આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..

લાગણીથી આજે હૈયું ભરાયું છે,
ખુશીની એક આશ દેખાણી છે..

નેત્રોથી નીહાળીશ, હૃદયથી સ્પર્શીશ
લાગે છે અશ્રુની ધાર વહેવાની છે..

નિંદ્રારાણી દગો ના દેતા,
તમે ન આવ્યા તો મુલાકાત અટકવાની છે..

આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..

Share this:

‘હું’ છું એનુ કારણ છે ‘તું’

કંઇક કહેવું છે તને,
મારી ક​વિતાના દરેક શબ્દોનું, કારણ છે તું..

હું હસતી હોઉં છું જ્યારે,
મારા હાસ્યનું, કારણ છે તું..

નાદાન હતી અને કદાચ છું,
પણ મારી સમજણ છે તું..

તોફાની છું અને મારા દરેક તોફાનને,
સંભાળનારો છે તું..

વહેતી નદી જેવી હોઉં છું,
પણ હંમેશા મારો કિનારો છે તું..

હું કેમ ખુશ રહુ, એજ શોધતો રેહતો,
જાણી લે આજે, મારી દરેક ખુશીનું, કારણ છે તું..

અંધારા માં અટવાઇ જાઉ છું આ દુનિયાના,
એ અંધારામાં ઉજાસ નુ, કારણ છે તું..

બોલતીજ હોઉ છું પણ જો ચુપ હોઉ તો,
મારા મન ને ઓળખનારો, પણ છે તું..

ઘણા સપનાઓ જોતી હોઉં છું, બનાવતી હોઉં છું,
દરેક ને હકીકત બનાવનારો, છે તું..

ભૂલોથી ભરેલી છું, છતાં બન્ને હાથે,
ભેટનારો છે તું..

ના કરું પ્રેમ એવું કોઇ પણ કારણ જ નથી,
દરેક કારણ નુ કારણ છે તું..

વિશ્વાસની નજરથી નિહાળતો હંમેશા,
મારા માટે એ વિશ્વાસનો અર્થ છે તું..

પ્રીત-મીતથી ભર્યુ મારું જીવન,
આ જીવનનુ, કારણ છે તું..

માનું આભાર પ્રભુનો કે પછી તારો,
હું જે પણ છું આજે, એનુ કારણ છે તું..

P.S. I wrote this poem for my darling husband, Miten Shah on his last birthday. Janu, just to remind you again, you mean the world to me. ?

P.P.S. As I publish this poem, ‘Kaun Tujhe’ from ‘MS Dhoni: The Untold Story’ is playing in background. It is one of my all time favorite songs, which ALWAYS reminds me of him. ?

Share this:

મને તારી આદત પડતી જાય છે…

આવું કેમ થાય છે? કંઈક ન​વો મીઠો અનુભ​વ થાય છે
મને તારી આદત પડતી જાય છે..

રાત નાં અંધારા માં તારા વિચારૉ
ઉંઘ માં તારા સ્વપનો અને જ્યાં સ​વારમાં તું મારા હાથમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..

હસતાં રમતાં તું મારા મુખ પર દેખાય છે
નાચું તો મારા નૃત્યમાં તું દેખાય છે
અવાર ન​વાર મારા શરીરનાં સ્પંદનોમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..

ક્યારેક આંખમાંથી આંસુ બનીને વરસી જાય છે
તો ક્યારેક તું હૃદયમાં સ્મિત બનીને રેલાય છે
તું છે એનો આભાસ છે પણ તું નથી એ પણ હકીકત છે
બસ મને તારી આદત પડતી જાય છે..

દરેક પળમાં તારી રાહ હોય છે, તું ના હોય તો એક અકળામણ હોય છે
તારી નજરો નિહાળેછે અેની ખાતરી હોય છે
પણ સ્પર્શવા જાઉં તો તું અલોપ થઈ જાય છે
શું કરું તુંજ કહે મને તારી આદત પડતી જાય છે…

હક જતાવતા અટકી જાઉં છું, તને કંઈક કહેતા ડરી જાઉં છું
તારીજ છું છત્તા નથી સમજી શકતી કે સમજાવી શકતી
કેવી રીતે કહું કે તારી આદત થી હ​વે ડરી જાઉં છું..

હસતા-હસતા આંખ ભરાઈ જાય છે અને
રડતા-રડતા ક્યાંક હસી પડું છું
કેમ તને કહેતા કહેતા અટકી જાઉં છું
સાચે જ મારા મનને તારી આદત પડતી જાય છે
મને તારી આદત પડતી જાય છે…

Share this: