
ભલે રોજ વાત ના કરીએ
પણ હંમેશા મારી રાહ જુએ
આવા છે કંઈક મારા ભાઈ..
મળીએ ત્યારે ખૂબ મજા કરાવે
ને આખી આખી રાત જાગી ધમાલ કરાવે
આવા છે કંઈક મારા ભાઈ..
એની તકલીફો જલ્દી નથી કહેતા
પણ મારી તકલીફ સાંભળવા તૈયાર હોય છે
આવા છે કંઈક મારા ભાઈ..
કહું કંઈ પણ તો કરીલે છે બંને
ને ના કીધેલી વાત પણ સમજી જાય છે
આવા છે કંઈક મારા ભાઈ..
સમય કેવો પણ હોય હાર નથી માનતા
ખુદ પર હંમેશા વિશ્વાસ રાખે
આવા છે કંઈ મારા ભાઈ..
એકબીજાનું હંમેશા ધ્યાન રાખે
ને અમ સૌને પૂરો સમય આપે
આવા છે કંઈક મારા ભાઈ.









