
અંદરથી અવાજ આવ્યો અને નક્કી કરી દીધું,
હવે તારી રાહ જોવાનું છોડી દીધું ..
વાંક વગર વારંવાર ઘણી માફી માંગી,
બસ હવે માફી માંગવાનું છોડી દીધું ..
કપટ એટલો દેખાયો તારી વાતોમાં કે,
તારી વાતોને માનવાનું છોડી દીધું ..
સંબંધ સાચવવાની ઘણી કોશિશ કરી,
બસ હવે ખોટા પ્રયત્નો કરવાનું છોડી દીધું ..
યાદોને યાદ કરી એકાંતમાં ખૂબ રડી,
બસ હવે દિલને દુખાવાનું છોડી દીધું ..
માનની નહીં સન્માનની વાત છે હવે,
માટે જ તારા ઘરના રસ્તે આવવાનું છોડી દીધું..