અંતરનો આનંદ

જરૂર હતી જેની,મળ્યું અહીં આ ભૂમિમાં મને,
મન મારું ખીલ્યું , થયો અનોખી ખુશીનો અહેસાસ મને..

મૌન સાથે સંગાથ,વળી લાગ્યો ભક્તિનો રંગ,
થયો વસવસમાં આધ્યાત્મિકતાનો અનુભવ મને..

મનમાં ઊઠે છે બસ એક જ પ્રાર્થના,
રાખજે ગિરિરાજ તારી સાથે હંમેશ મને..

અંતરમાં ઉગી છે આ નવી ઉજાસ,
પ્રેમ અને શાંતિનો થયો છે સ્પર્શ મને..

દરેક પગથિયું ચઢતાં થયું હ્રદય ગદગદ મારું,
ભૂલી પડુ તો બોલાવજે તું અહીં વારંવાર મને..

સ્વયં સાથે વિતાવ્યા બે દિવસ,
મળ્યો એક અદભુત અંતરનો આનંદ મને..

શબ્દો ઓછા પડે અનુભવનું વર્ણન કરવા,
મહેસૂસ થઈ રહ્યો છે રગરગમાં,પ્રભુ માટે નો પ્રેમ મને.

અંતરનો આનંદ – Audio Version

Share this:

થોડીવાર થંભીજા

ખૂબ ભાગે છે આજકાલ તું,
થોડીવાર માટે શાંત થઈજા..

ખુબ દૂર જવું છે તારે,
પણ થોડીવાર અહીં થંભીજા..

ભાગી ભાગી પગ દુખિયા તારા,
ખુદની સાથે બે ઘડી બેસીજા..

જે પણ છે અંદર છે તારી,
બહારની દુનિયા છોડી અંદર જરા ડોકિયું કરીજા..

આ મન જ છે જે નચાવે છે તને,
અંતરને અંદરથી હવે સાંભળીજા..

મજા ની સાથે ઘણી સજા પણ છે,
કહી દે મને હવે બસ અહીં અટકીજા..

થોડીવાર થંભીજા – Audio Version
Share this:

મારી સાથે મારો સમય

મારી સાથે હું છું મને ગમે,
નદી સાથે દરિયો જેમ રમે.
ચાંદ સાથે તારા જેમ ઝિલે,
મારી મસ્તીમાં જ મારું મન ખીલે.

ક્યારેક શબ્દોમાં, ક્યારેક શાંતિમાં,
મને મળું મારાં ખુદના પ્રતિબિંબમાં.
કદી ગીત ગાઉં, કદી કવિતા લખું,
મારી સાથે હું જીવનને ઝંખું.

કેમ જોઈએ બીજા સાથેની મજા?
મારું આકાશ છે, મારી છે ચમકતી ધજા.
ભલે હોય કેવી પણ દુનિયાની પ્રથા,
મારી સાથે મારી જ વાતોની કથા.

નથી કોઈની નજરે મને જોવું,
મારી સાથે હું છું જીવન ભોગવું.
આ સ્નેહ છે, આ છે મારી મજા,
મારી સાથે છે મારી જ દુનિયા!

મારી સાથે મારો સમય – Audio Version
Share this:

મિત્રતાની સચ્ચાઈ

મિત્ર તું છે જે દુઃખમાં હસાવે,
હાથ પકડીને નવો રસ્તો બતાવે..
સફળતા કે નિષ્ફળતા કઈ પણ આવે,
તારો સાથ હંમેશા વિશ્વાસ જગાવે..

તું છે અંધારી રાતની ઉજાસ,
સંબંધમાં હંમેશા મીઠાશ ભરાવે..
દરેક કાર્ય સરળ કરી આપે,
વર્તનમાં હંમેશા વિશ્વાસ બતાવે..

તુ છે જીવનની એક એવી કડી,
કઠણ સમયમાં મને મજબૂત બનાવે..
શબ્દોમાં તારા ભરી છે સમતા,
હિંમતથી દિલનો દરિયો ભરાવે..

ક્યારે ફરી મળશું ખબર નહીં ,
દૂર હોવા છતાં મનની નજીક બતાવે..
કડવું ભલે હંમેશા સાચું કહી દે,
એમ જ તું મિત્રતાની સચ્ચાઈ બતાવે..

નથી તારી વાતોમાં કોઈ દંભ કે માંગણી,
એ જ તો તારી ભરપૂર લાગણી બતાવે..
સાચી નથી હોતી હંમેશા મારી વાતો,
જેવી છું એવી તું મને દિલથી અપનાવે..

મિત્રતાની સચ્ચાઈ – Audio Version
Share this: