રહી ગયું

તને મળ્યા પછી થયું,
કેટલું એ કહેવાનું રહી ગયું…

 વાંક કાઢ્યો ઘણો તારો,
પણ પોતાને ઓળખવાનું જ રહી ગયું…

અકડ કંઈ એવી રાખી મનમાં,
ને અંદરની લાગણી સમજવાનું રહી ગયું…

 દૂરના સંબંધો સાચવવામાં અટવાયા એવા,
કે પોતાનાને ઓળખવાનું જ રહી ગયું…

એટલી ઝડપથી ચાલી જ રહી છે જિંદગી,
બસ જૂની યાદોને યાદ કરવાનું જ રહી ગયું…

રહી ગયું – Audio Version
Share this:

કેમ કરીને સમજાવું?

તારાથી જ તો છે આ હાસ્ય મારું,
તારા પર જ તો છે વિશ્વાસ મને..
કેમ કરીને સમજાવું તને?

કેટલાય થાય છે ઝઘડા કે વિવાદ ભલેને,
વિતાવેલો સમય યાદ આવે છે મને..
કેમ કરીને સમજાવું તને?

તું યાદ કરે કે ના પણ કરે,
ક્યારે મળ્યા એ તારીખ ને વાર યાદ છે મને..
 કેમ કરીને સમજાવું તને?

માનું છું થોડી અલગ છું ને જિદ્દી પણ,
દિલથી પ્રેમ ભરપૂર કરું છું..
કેમ કરીને સમજાવું તને?

છોડને આ ખોટી નારાજગી બધી,
તારા વગર ગમતું નથી મને..
કેમ કરી સમજાવું તને?

કેમ કરીને સમજાવું? – Audio Version
Share this:

અતૂટ શ્રદ્ધા

રસ્તે રસ્તે શોધું તને,
બસ કશે તો તું મળ હવે..

ખોવાઈ જાઉં પહેલા દુનિયાની ભીડમાં,
આવીને પકડીલે તું હાથ હવે..

કેટલી છે આશ મને તારી પાસે,
સાંભળી લે અંતરની વાત હવે..

શ્રદ્ધા છે અતૂટ તુજ પર,
આવવું છે તારા જ શરણે હવે..

પામવા સુખ ખૂબ ભટકી ને થાકી,
સંભાળીલે તારી નીકીને હવે.

અતૂટ શ્રદ્ધા – Audio Version
Share this:

એવું એક હોવું જોઈએ

ક્યાંય કોઈ એવું એક હોવું જોઈએ,
જે નથી આપણું છતાંય પોતાનું હોવું જોઈએ.

નામ વગરના સંબંધમાં પણ,
એવું એક પારકું પોતાનું હોવું જોઈએ.

કંઈ ના સૂઝે ત્યારે અઘરી પરિસ્થિતિમાં,
સાથ નિભાવવા વાળું એ કોઈક હોવું જોઈએ.

દુનિયા આખી વિરોધી બની જાય પણ,
અતૂટ વિશ્વાસ વાળું એક પારકું હોવું જોઈએ.

નથી જોઈતું કશુંયેતારી પાસેથી દોસ્ત,
તારા મુખ બસ પર હાસ્ય હોવું જોઈએ.

આવું કહેનાર આપણા જીવનમાં,
એકાદ તો ચોક્કસથી હોવું જોઈએ.

એવું એક હોવું જોઈએ – Audio Version
Share this: